શુ તમારો મોબાઇલ ચોરાયો કે ખોવાયો છે ? તો આ રીતે મેળવો પાછો


ઇન્ટરનેટ યુગમાં, આપણું આખું જીવન સ્માર્ટ ફોન પર નિર્ભર બની ગયું છે.જીવનના સૌથી ગોપનીય રહસ્યોમાંથી, આપણા તમામ પાસવર્ડ, બેંક ખાતાની વિગતો, ઈ-વોલેટ વગેરે બધું મોબાઈલમાં છે.મતલબ મોબાઈલ આજના સમયનો એક એવો શાસક બની ગયો છે, કે જેનાથી થોડા સમય માટે અલગ થવું આપણને પરેશાન કરે છે.તેની ખોટ અથવા ચોરી સાથે, તેમાં રહેલી ગોપનીય માહિતીનો ખોટો ઉપયોગ થવાનું જોખમ પણ વધે છે.

મોબાઇલ સંબંધિત ખતરાઓથી બચવા માટે, આપણે ઘણી વખત તેની સુરક્ષાને લઈને ખૂબ જ સાવધ રહીએ છીએ. આ હોવા છતાં, એકલા ઇન્ડિયામાં  દરરોજ હજારો મોબાઈલ ફોન ચોરાઈ જાય છે અથવા ખોવાઈ જાય છે. મોબાઈલ ફોન ખોવાઈ જાય કે ચોરાઈ જાય ત્યારે છોકરીઓને સૌથી વધુ જોખમ હોય છે. તેથી, ખોવાયેલા અથવા ચોરાયેલા મોબાઇલની ઘટનાને હળવાશથી લેવાથી તમે મોટી મુશ્કેલીમાં મુકાઈ શકો છો.

Google ની મદદથી જાતે જ તમારો મોબાઇલ ફોન શોધો

ખોવાયેલો ફોન શોધવા માટે શરુઆત મા આટલુ કરી શકો તમે… (આ પદ્ધતિ દ્વારા તમારો ફોન મળી શકે છે પણ ૧૦૦% મળી શકે છે એવુ ના માનશો.. કેમકે તેના માટે ઇન્ટરનેટ, GPS, ફોન ચાલુ હોવો વગેરે અમુક પરીબળૉ જરુરી છે)

  • સૌથી પહેલા તો તમારા ખોવાયેલા ફોન મા લોગિન કરેલુ GMAIL આઇડી કોઇ અન્ય મોબાઇલ કે કોમ્પ્યુટર માં લોગીન કરો.
  • ત્યારબાદ જે ફોન કે કોમ્પ્યુટર મા તમારુ જીમેઇલ આઇડી લોગિન કર્યુ હોય તેમા જ ગુગલ સર્ચ મા જઈને Find My Device ટાઇપ કરીને સર્ચ કરો… એટ્લે નિચે દર્શાવેલી સ્ક્રિન તમને દેખાશે
  • ત્યારબાદ ફોટો મા નીચે જે Recover લખેલુ દેખાય છે ત્યા ક્લિક કરો.. ત્યારબાદ નીચે દર્શાવેલુ પેઇજ તમને દેખાશે
  • તેમા સૌથી ઉપર RING લખેલુ દેખાય છે ત્યા ક્લિક કરવાથી તમારો ફોન આસપાસ મા ક્યાય હશે તો મેક્સિમમ વોલ્યુમ સાથે રિંગ વાગશે, ભલે તે સાઇલન્ટ મોડ મા હોય તો પણ,

(હુ આ ફિચર નો ઉપયોગ ઘણીવાર ઘરે ફોન ક્યાય આડા-અવળો મુકાઇ ગયો હોય અને બીજો ફોન ના હોય ત્યારે કોમ્પ્યુટર થી મોબાઇલ શોધવા માટે પણ કરુ છુ, રિંગટોન વગડે એટ્લે એક્ઝેટ લોકેશન મળી જાય)

  • જો LOCATE ઉપર ક્લિક કરશો તો ફોન નુ GPS ચાલુ હશે તો એકઝેટ લોકેશન પણ તમને સ્ક્રિનમાં બતાવશે. કોઇ વેરાન જગ્યા પર તમારો ફોન પડ્યો હશે તો તમે આસાની થી શોધી શકશો.
  • નીચે અન્ય ઓપશન છે જેનાથી તમે ખોવાઇલ ગયેલા ફોન મા નવો જ પાસવર્ડ સેટ કરી શકશો જે ફક્ત તમને ફોન મળ્યા બાદ જ અનલોક થઈ શકે.
  • તેની નીચે ના ખાના માં તમે કસ્ટમ મેસેજ પણ લખીને ફોન મળનાર ને દેખાય એ રીતે દર્શાવી શકો છો. દા.ત. "શુ તમે મને XXXXXXXXXX નંબર પર સંપર્ક કરીને આ ફોન પહોચાડી શકો છો?"
  • સૌથી છેલ્લે જ્યા તિરંગા ધ્વજ નુ નિશાન દેખાય છે ત્યા તમે એ નંબર એન્ટર કરી શકો જે નંબર પર ફોન મળનાર વ્યક્તિ તમને કોલ કરીને જણાવી શકે.

(ખોવાયેલો ફોન કોઇ પાછો ના આપે એ વસ્તુ ભુલી જાવ, ચોરાયેલો ફોન ૧૦૦% પાછો ના મળે પણ ખોવાયેલો ફોન પરત કરી દે એવા ઘણા લોકો છે જ એ પણ એક હકિકત છે)

ખોવાયેલા અથવા ચોરાયેલા ફોન ની પોલિસ ફરિયાદ લખાવવાથી પણ તે પાછો મેળવી શકો છો, 




Comments